Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નર્મદા જિલ્લાનાં HIV પીડિતોને માર્ગદર્શન માટે આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો :નામ ગુપ્ત રખાશે

નોકરી કે ઘરમાં એચઆઇવી પીડિતો સાથે થતા ભેદભાવ કે સરકારી સહાય સહિતની મુંજવણનાં ઉકેલ માટે કોલ કરી શકો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતોની સંખ્યા ૩૫૦ થી વધુ છે,જોકે એચઆઇવી પીડિતો માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં છે અને દરેક જિલ્લામાં અમુક સંસ્થાઓ દ્વારા કામગીરી પણ ચાલુ છે છતાં નર્મદા જિલ્લામાં મોબાઈલ નંબર દ્વારા માહિતી મેળવી શકાશે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખેત મજૂરી કરી કે અન્ય મજૂરી કામ કરી પેટિયું રડતા પરિવારોની સંખ્યા વધુ છે ત્યારે આવા પરિવાર માં જો કોઈ એચઆઇવી પીડિત હોય તો ગ્રામ્ય વિસ્તાર અને ઓછું ભણતર હોવાનાં કારણે ક્યારેક આ બાબતે વધુ જાણકારી નહિ હોવાથી અને શહેરની મોટી હોસ્પીટલ કે સરકારી કચેરીઓમાં જવું પણ આવા લોકો માટે તકલીફ વાળુ હોવાથી HIVને લગતી કોઈપણ જાણકારી કે સરકારી સહાય અથવા નોકરી કે અન્ય કામમાં HIVનાં કારણે થતો ભેદભાવ જેવી સંપૂર્ણ બાબતો માટે આમ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં એઆરટી સેન્ટર અને વાત્સ્યાન કેન્દ્ર કાર્યરત છે છતાં પણ ટેલીફોનીક જાણકારી અને અન્ય બાબતો માટે આપ સપર્ક કરી શકો છો આ મોબાઈલ નંબર પર આપને એટલેકે એચઆઇવી પીડિત કે તેમના પરિવારજનોને નિશુલ્ક માહિતી આપવામાં આવશે .અને ફોન કરનાર કે પીડિત નું નામ ગુપ્ત રાખવામાં આવશે.
આપની HIV ને લગતી કોઈપણ સમસ્યા હોય તો મોબાઈલ નંબર : 9726577953 પર કોલ કરી આપ માહિતી મેળવી શકો છો, જેમાં નામ ગુપ્ત રખાશે

(11:09 pm IST)