Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજપીપળા નાગરિક સહકારી બેન્કના 11 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણી માટે 18 ઉમેદવારો મેદાનમાં

12000 જેટલા સભાસદો આગામી 26 ફેબ્રુઆરી એ 18 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી આગામી 26 ફેબ્રુઆરી 23ના રોજ રાજપીપલા ગવર્મેન્ટ હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે. રાજપીપલા નાગરિક સહકારી બેન્કના 11 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણી માટે 18 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. એક બાજુ જુના તમામ ડિરેકટરોની એક હિતરક્ષક પેનલ 11 ઉમેવારો એક પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જયારે સામે બીજી પેનલ છે. જેમાં 7 ઉમેદવારો એક જૂથ બનાવી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે અંદાજિત 12000 જેટલા સભાસદો આગામી 26 ફેબ્રુઆરીએ 18 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જેમાં કોની જીત થાય છે અને કોની હાર તે તો પરિણામના દિવસે જાહેર થઇ જશે.

નાગરિક સહકારી માળખા પ્રમાણે ડિરેક્ટરોના પદની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સામાન્ય બેઠકના ઉમેદવારો ની 8 બેઠકો બે મહિલા અનામત બેઠક અને એક SC /ST અનામત બેઠક આમ 11 બેઠકો પર એક પેનલના 11 ઉમેદવારો નક્કી છે.જેમાં અમિત ગાંધી, તેજસ મઢીવાળા, ધર્મેશ પંડ્યા, ડો.નિખિલ મહેતા, પદ્મકાન્ત કાછીયા, મનહર માલી, ડો.સમીર શાહ, અને હરીશ ગાંધી, જયારે મહિલા અનામતમાં જીજ્ઞાશા પટેલ અને કલ્પના કા.પટેલ અને SC /ST અનામત બેઠક પર  ડો.નૈષધ પરમાર ચૂંટણી લડી રહ્યા છે.સામે બીજી પેનલ મા 7 ઉમેદવારો છે. જેમાં  જુના ડિરેકટરો વિક્રમ મલાવીયા, પંકજ વ્યાસ, પંકીલ પટેલ અને કિરણ પંડ્યા છે. મહિલા અનામત માં વૈભવી શાહ, જ્યોતિ સથવારા, SC /ST અનામત બેઠક પર વીરસીંગ તડવી આમ બંને બાજુથી કુલ 18 ઉમેદવરો છે. હવે કોની જીત કોની હાર થાય છે એ આગામી 27 તારીખે ખબર પડી જશે. હાલમાં રાજપીપલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી ને લઈને રાજપીપળા ના બજારો ગલીઓ માં ચૂંટણી પ્રચાર અને રાજકારણ નો રંગ જામી રહ્યો છે

(11:08 pm IST)