Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં ભક્તોના વધતા પ્રવાહને લઇને પરિક્રમામાં એક દિવસ વધારાયો

પરિક્રમા મહોત્સવના પાંચમા દિવસે તુલસી યાત્રા: છેલ્લા 4 દિવસમાં પરિક્રમા મહોત્સવમાં 2 લાખ 34 હજાર લોકોએ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લીધો

અમદાવાદ :અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં ભક્તોના વધતા જતા પ્રવાહને લઇને પરિક્રમામાં એક દિવસ વધારાયો છે. પરિક્રમા મહોત્સવના પાંચમા દિવસે તુલસી યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયા હાજર રહ્યા હતા. જો કે છેલ્લા 4 દિવસમાં પરિક્રમા મહોત્સવમાં 2 લાખ 34 હજાર લોકોએ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લીધો હતો.

  અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અત્યાર સુધી 2 લાખ ચાલીસ હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ  શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. ત્યારે શ્રદ્ધાળુઓના અનેરા ઉત્સાહને જોતા ગુજરાત સરકાર દ્વારા 51 શક્તિપીઠ મહોત્સવમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પરિક્રમાના પાંચમાં દિવસ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા તુલસી યાત્રા કાઠવામા આવી હતી. વન વિભાગે ગબ્બર તળેટી ખાતે આવેલા 51 શક્તિપીઠ પર તુલસીનું વાવેતર કરી પરિક્રમા પરિપૂર્ણ કરી હતી

(9:02 pm IST)