Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સરકાર વિધાનસભાની કામગીરી પેપરલેસ કરવા માટે એક વિધેયક લાવશે: અધ્યક્ષ શંકર ચૌધરીની જાહેરાત

શંકર ચૌધરીએ કહ્યું- આગામી સમયમાં વિધાનસભાની કામગીરી પેપર લેસ કરવી છે. આજના ડિજીટલ યુગમાં વિધાનસભાની કામગીરી પણ ડિજીટલ હોવી જોઈએ

ગાંધીનગર :ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકાર બન્યા બાદ પ્રથમવાર બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આગામી 23 ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે. આ સત્રમાં સરકાર પેપરલીકને લઈને વિધેયક પસાર કરશે. બીજી બાજુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એવું જણાવ્યું હતું કે, સરકાર વિધાનસભાની કામગીરી પેપરલેસ કરવા માટે પણ એક વિધેયક લાવશે

  વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિધાનસભાની કામગીરી પેપર લેસ કરવી છે. આજના ડિજીટલ યુગમાં વિધાનસભાની કામગીરી પણ ડિજીટલ હોવી જોઈએ. એક ટેબલેટમાં બધી જ વિગતો મળી જાય એ રીતે આગળ વધવું છે. થોડા દિવસોમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે પરંતુ તે પછીના સત્રમાં પેપરલેસ કામગીરી અંગે પ્રયત્નો કરીશું

  શંકર ચૌધરીએ નવી સરકાર અને નવા ચૂંટાઈને આવેલા સભ્યો અંગેની મુલાકાત અંગે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, 2 દિવસ હસતા હસતા ઘણું શીખવા મળ્યું છે. આ દિવસોમાં તમામ ધારાસભ્યો એકબીજાને ઓળખતા અને સમજતા પણ થયા તે મહત્વનું છે

(9:00 pm IST)