Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ સોસાયટીની હરાજીની નોટિસ મળી :બિલ્ડરની ઓફિસનો ઘેરાવ

2009માં આ સોસાયટી બની :સોસાયટીમાં 1450 જેટલા રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વહેંચી દેવાયા:52 કરોડ 26 લાખ 30 હજારની આ જગ્યા પરની પ્રોજેકટ લોન લેવાઈ હતી

સુરતના શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. જેમાં સુરતમા અવારનવાર છેતરપીંડીની ઘટના સામે આવે છે. આ મકાન લીધા બાદ બેન્ક કર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટનાઓ બને છે. જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લોન લીધી હોય છે.ત્યારબાદ તેમાં મકાન બનાવી વેચી દેવામાં આવે છે

જો કે બેન્ક દ્વારા પણ માહિતી મેળવ્યા વગર મકાન પર પણ લોન આપી દેવામાં આવે છે.તેવી જ એક ઘટના સુરત ના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટી માં બની છે.2009 માં આ સોસાયટી બની હતી.ત્યાર બાદ સોસાયટીમાં રહેલા 1450 જેટલા રો હાઉસ બન્યા હતા.આ રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વહેંચી દેવાયા હતા..સોસાયટી બન્યા ને 13 વર્ષ થયાં છે.જોકે 13 વર્ષ બાદ સોસાયટી ને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળે છે.

તપાસ કરાતા 52 કરોડ 26 લાખ 30 હજાર ની આ જગ્યા પરની પ્રોજેકટ લોન લેવામાં આવી હતી..આ વાત ની જાણ થતા જ સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આર સી એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટી માં બોલાવ્યા હતા અને NOCની માંગ કરી હતી

બે દિવસ પહેલા અખબાર પત્ર મારફતે સ્થાનિકોને માલુમ પડે છે કે તે જે સોસાયટીમાં રહે છે તે હરિ દર્શન સોસાયટી ની આગામી 4 તારીખે હરાજી કરવામાં આવશે.આ વાત સાંભળતાજ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલી આર સી એન્ડ કંપની ની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો

મહત્વનું છે કે સોસાયટી બન્યા ને 13 વર્ષ બાદ સ્થાનિકો ને માલુમ પડે છે કે તે જે સોસાયટી માં રહે છે.તે સોસાયટી ની હરાજી થનાર છે..આ વાત સાંભળી ને સ્થાનિક રહોશો ની ઊંઘ હરામ થઈ ગઈ હતી.સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા કે જે તે સમયે બિલ્ડરને બોલાવ્યા તે સમયે તેમને 45 દિવસનો સમય માંગ્યો હતો.

(8:51 pm IST)