Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતમાં ધોળા દિવસે ગોડાદરામાં બંદૂકની અણીએ 80 હજારની લૂંટ:સીસીટીવીના આધારે તપાસ શરૂ

જમીન દલાલની ઓફિસમાં માથાભારે શખ્શ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સાથે કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર:લૂંટ ચલાવી ભાગતા શખ્શો સીસીટીવીમાં કેદ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળો દિવસે લૂટની ઘટના સામે આવી છે. જમીન દલાલની ઓફિસમાં માથાભારે શખ્શ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સાથે કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવી ભાગતા શખ્શો બિલ્ડીંગના સીસીટીવીમાં કેદ થયા છે.ત્યારે આ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અને સીસીટીવીના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

   સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ યાદવ ગોડાદરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ માર્કેટમાં ઓફીસ ધરાવે છે. ગતરોજ ગુડ્ડુ યાદવ ઓફીસ પર હાજર ન હતો ત્યારે તેની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર હતા. દરમ્યાન બપોરના અઢી વાગ્યાના રાહુલ રામસુરત યાદવ અને તેનો સાગરિત ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને રિવોલ્વર જેવું હથીયાર કાઢી રજુ યાદવના માથે મૂકી ધમકીઓ આપી હતી અને તેને લેવાના 8 લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું

આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ઓફીસમાં રહેલા 50 હજારની લૂંટ કરી હતી એટલું જ નહી ધાક ધમકીઓ આપી જતી વખતે ઓફીસનો કાચનો દરવાજો તોડી બુમ બરડા પાડી નીકળી ગયો હતો.

 

આ સમગ્ર મામલે બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ખંડણી, લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે બીજી તરફ આ ઘટનાનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

(7:54 pm IST)