Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતમાં નોકરી અપાવવાની લાલચે દંપતીએ 15,68 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ

નોકરી વાંચ્છુંક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા 15.68 લાખ પડાવી લઇ છેતરપિંડી:પોલીસે પતિની ધરપકડ કરી: આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ

સુરતના એક દંપતીએ ગ્રાન્ટેડ સ્કૂલ અને સુરત કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી નોકરી વાંચ્છુંક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા 15.68 લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે. જેમાં પોલીસે પતિની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

  સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા જુનેદ અહમદ જમીલ અહમદ ખાન હાલમાં ફાયનાન્સ એજન્સીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરે છે. તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2018માં તેઓના કાકા હસ્તક તેઓનો પરિચય લીંબાયત રતનચોક પાસે ચાઇનીઝની લારી ચલાવતા હિતેશ તારાચંદ પરાતે અને તેની પત્ની સાથે થયો હતો

  આ મુલાકાત દરમ્યાન હિતેશે જણાવ્યું હતું કે ડુમસ રોડ પીઠાવાળા કન્યા હાઈસ્કુલમાં ટીચરની જગ્યા ખાલી છે અને આ ગર્વમેન્ટ સ્કુલમાં મારી સારી એવી ઓળખાણ છે જો તમારે નોકરી જોઈતી હોય તો મને 2 લાખ રોકડા આપો હું તમને કોમ્યુટર ટીચર તરીકેની નોકરી અપાવીશ જેમાં શરુઆતમાં 18 હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ ફૂલ પગાર થઇ જશે તેવી લાલચ આપતા જુનેદે પોતાના ડોક્યુમેન્ટ તેની લારી પર જમા કરાવી દીધા હતા.

   ત્યારબાદ 2019 જાન્યુઆરી મહિનામાં હિતેશે ફોન કરીને કહ્યું હતું કે તમારી નોકરી માટે મારે આગળ પેમેન્ટ કરવાનું છે તમે 2 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવો તેમ કહેતા જુનેદે ટુકડે ટુકડે કરી 2 લાખ અને ત્રિપલ-સી ની કોમ્યુટર પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે અન્ય 12 હજાર પણ લઇ લીધા હતા. ત્યારબાદ વર્ષ 2020માં નોકરી બાબતે પૂછવા જતા સરકારી કામ છે થોડું ધીમી ગતિએ થાય છે તેમ કહી સમય પસાર કર્યો હતો તેમજ કોરોનાની મહામારી આવી જતા કોરોના હળવો થાય પછી નોકરી પર લગાવી દેશું તેવો ભરોસો આપ્યો હતો

(7:34 pm IST)