Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વિરમગામના આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું

સૂર્ય નમસ્કાર, વિવિધ આસનો, રીલે દોડ, લીંબુ ચમચી, કોથળાદોડ, ઉંચી કુદ, 100 મીટર દોડ, દોરડા કૂદ, કબડી, રસા ખેંચ, ગોળા ફેંક, ચક્ર ફેક, જેવી રમતોની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા રમતોત્સવ કાર્યક્રમનું આયોજન પોલીસ લાઈન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- 6 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૂર્ય નમસ્કાર, વિવિધ આસનો, રીલે દોડ, લીંબુ ચમચી, કોથળાદોડ, ઉંચી કુદ, 100 મીટર દોડ, દોરડા કૂદ, કબડી, રસા ખેંચ, ગોળા ફેંક, ચક્ર ફેક, જેવી રમતોની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મનુદાદા, પોલીસ લાઈન વિરમગામ ગ્રાઉન્ડના સંયોજક  મુકેશભાઈ પટેલ દ્વારા આ રમતોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રમતોત્સવ કાર્યક્રમમાં અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાની મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ જહેમત ઉઠાવી હતી

(7:01 pm IST)