Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગુજરાતને ગૌરવ અપાવતા સુરતના ખેલાડીઓઃ જમ્‍મુ-કાશ્‍મીરના ગુલબર્ગ ખાતે યોજાયેલ ઇન્‍ડિયા નેશનલ વિન્‍ટર ગેમ્‍સમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યુ

ગુજરાત તથા અન્‍ય રાજ્‍યો સહિતના 15,000 ખેલાડીઓએ વિન્‍ટર ગેમ્‍સમાં ભાગ લીધો હતો

સુરત: સુરતના ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિજેતા ટીમનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના રોજ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજવામાં આવી હતી. જમ્મુ કશ્મીરમાં આયોજિત ખેલો ઇન્ડિયા 2023માં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં હરિયાણાને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને સ્કેટિંગમાં પણ મહારાષ્ટ્રને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

રમતગમત મંત્રાયલ, જમ્મુ-કાશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કડકતી ઠંડી વચ્ચે યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય અને શૌર્ય દેખાડતા જોવા મળ્યા હતા. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સમાં ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાઈ હતી. જેમાં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં હરિયાણાને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સ્કેટિંગમાં પણ મહારાષ્ટ્રને હરાવીને ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

(5:52 pm IST)