Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મુંબઇના આઇ.આઇ.ટી.ના વિદ્યાર્થી દર્શન સોલંકી આપઘાત પ્રકરણમાં ુવક સાથે સહપાઠી વિદ્યાર્થીઓ દ્વારા જાતિગત ભેદભાવ કરાતો હોવાનો પરિવારજનોનો આક્ષેપ

મિત્રોને દર્શન સોલંકી એસ.સી. હોવાની જાણ થતા અણગમો વ્‍યવહાર કરતા

અમદાવાદ: અમદાવાદના એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ મુંબઈમાં આત્મહત્યા કરતા પરિવાર પર આભ તૂટ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈ આઈ આઈ ટી માં અભ્યાસ કરવા ગયેલા યુવકે પોતાનું જીવન કેમ ટૂંકાવ્યું તેના પર અનેક રહસ્યો છે.પરંતુ અમદાવાદમાં રહેતા તેના પરિવારજનોનું આક્ષેપ છે કે યુવક સાથે સામાજિક ભેદભાવ રાખવામાં આવતો હતો. જેને પગલે તેને જીવન ટૂંકાવ્યું હશે જો કે હાલ તમામ લે મુંબઈમાં પણ પોલીસે ફરિયાદ નહોતી વધુ તપાસ શરૂ કરી છે.

ફોટોમાં ફેમિલી સાથે દેખાઈ રહેલા યુવકનું નામ દર્શન સોલંકી છે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ આઇઆઇટીમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું. જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી પરિવારને મળેલી જાણકારી મુજબ દર્શન સોલંકી એ આઇઆઇટીમા થી છલાંગ લગાવી જીવન ટૂંકાવી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ પરિવારનો આક્ષેપ છે કે યુવક ને સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવતો હતો જે સહન ન કરી શકતા આ પગલું ભર્યું હોઈ શકે છે

એટલું જ નહીં પરિવાર એ એવું પણ આક્ષેપ લગાવ્યું છે કે તેના મિત્રો દ્વારા શરૂઆતના દિવસોમાં તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો હતો. પરંતુ તેના મિત્રોને દર્શન એસસી હોવાની જાણ થતા મિત્રોનો વ્યવહાર તેના પ્રત્યે બદલાઈ ગયો હતો જેને પગલે તેઓ એકલતા મહેસુસ કરતો હતો. પરિવાર ને આત્મહત્યા અંગેની જાણ થતા ન્યાયિક તપાસની પણ પોલીસ સમક્ષ માંગ કરી છે હાલમાં મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે

મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકી ને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા અગાઉ પણ આ વાત દર્શન સોલંકીએ તેની બહેન જાનવી સાથે કરી હતી જેને પગલે પોલીસ હવે ન્યાયિક તપાસ કર્યો તો ખ્યાલ આવે કે આત્મહત્યા અંગે ખરેખર જવાબદાર કારણ શું હતું.

(5:50 pm IST)