Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે મારામાંથી થતા ગુનો દાખલ

વડોદરા: પાણીગેટ કોટીયાર્ક નગરમાં રહેતા રાકેશ રમેશભાઈ સોલંકી રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 15 મી તારીખે સવારે 7:30 વાગે હું મારા ઘરે હતો તે વખતે મારો છોકરો અમારી સોસાયટીમાં રહેતા દિલીપ ચંદ્રકાંત ભાઈ સોલંકીની વાનમાં બેસીને સ્કૂલમાં જતો હોય મારા છોકરાએ દિલીપભાઈ સોલંકીને મોબાઈલ પર કોલ કર્યો હતો પરંતુ દિલીપભાઈ સોલંકી મારા છોકરાને તેમની વાનમાં લઈ જવાનો ના પાડી ગાળો બોલ્યા હતા. જેથી હું દિલીપભાઈ સોલંકીના પિતા ચંદ્રકાંતભાઈને કહેવા જતા તેઓ મારા પર ઉશ્કેરાઈ ગયા હતા અને મારી સાથે ઝઘડો કરવાનો શરૂ કર્યું હતું. મારો ભાઈ જીતેન્દ્ર વચ્ચે પડતા ચંદ્રકાંતભાઈ તેની સાથે પણ જપાજપી કરી હતી. ચંદ્રકાંત સોલંકી પોતાના ઘરમાંથી લાકડી લઈ આવી મારા ભાઈના માથામાં ઈજા પહોંચાડી હતી.જ્યારે સામા પક્ષે હર્ષાબેન પ્રતાપભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે ગઈકાલે સવારે સવા સાત વાગે હું મારા પિતાના ઘરે હતી તે વખતે અમારી સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર સોલંકી મારા ઘરે આવ્યા હતા અને મારી ભાભીને કહેલ કે તારો પતિ ક્યાં છે મારા ભત્રીજાને ગાળો બોલે છે એવું કંઈ તકરાર કરવા લાગ્યા હતા. જેથી હું ઘરમાંથી બહાર આવેલ તે વખતે જીતેન્દ્ર સોલંકી, રાકેશ તથા તેમની બેન મારી ભાભી તથા પિતા ચંદ્રકાંતભાઈ સાથે ઝઘડો કરી તકરાર કરતા હતા અને તેઓનો ઝઘડો કરવાની ના પડતા જીતેન્દ્ર ચપ્પુ લઈ આવી મને હાથ પર ઈજા પહોંચાડી હતી.

(5:23 pm IST)