Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરામાં લગ્ન પ્રસંગમાં મધ્યરાત્રિ સુધી ડીજે વગાડનાર સંચાલકની ધરપકડ

વડોદરા:શહેરના વાસણા રોડ ખાતે આવેલ સાઈનાથ પાર્ક સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન મોડી રાત્રે ડીજે સિસ્ટમ વાગતી હોય જેપી રોડ પોલીસને કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી ડીજે સંચાલક જૈમીન કનુભાઈ પઢીયાર (રહે- ગોત્રી ગામ )પાસે ડીજે વગાડવા પરવાનગી અંગેનો આધાર મળી આવ્યો મળી આવ્યો હતો. પોલીસે ચાર સ્પીકર એમ્પ્લીફાયર સહિત કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી ડીજે સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાત કરી હતી.

(5:22 pm IST)