Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય લાઇવ એન્ડોસ્કોપીક – સ્વાઇન સર્જરી કોન્ફરન્સ.

અમદાવાદ તા 16 SGVP ગુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે, આગામી તા.17,18 અને 19 ફેબ્રુઆરી ના રોજ સ્પાઇન એન્ડોસ્કોપી ઉપર પહેલી વાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એશિયન સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને SGVP હોલિસ્ટીક હોસ્પિટલના સહયોગથી યોજાશે.

આ સંપૂર્ણ કોન્ફરન્સનુ સંચાલન SGVP  હોલિસ્ટીક હોસ્પિટલના અને મણકાની દૂરબીન વડે થતી સર્જરીના નિષ્ણાંત ડો.ભૂપેશ પટેલ કરશે.

આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત ડોકટરો દ્વારા મણકાની દૂરબીન  વડે થતી આધુનિક શસ્ત્રક્રિયા ઉપર લાઇવ અભ્યાસ કરાવવામાં આવશે.

આ કોન્ફરન્સનુ ઉદઘાટન એસજીવીપી સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ દેશવિદેશના નામાંકિત ડોક્ટરોના વરદ હસ્તે કરવામાં આવશે.

આ કોન્ફરન્સ અંતર્ગત કમર અને મણકાને  લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટરોને  આધુનિક ટેકનોલોજીનુ  વિશેષ જ્ઞાન પ્રાપ્ત થશે.                                           ------કનુભગત

 

(5:09 pm IST)