Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના પાંડેસરામાં કેમિકલ વેપારીને લોનની લાલચ આપી 27.89 લાખ પડાવી પાડનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: પાંડેસરા જીઆઇડીસીના કેમિકલ વેપારીને એમએસએમઇ લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી કન્સલ્ટીંગ ચાર્જ પેટે રૂ. 27.80 લાખ પડાવી લઇ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો લોન સેન્સનનો બોગસ લેટર પધરાવનાર ભેજાબાજ વિરૂધ્ધ પાલ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.
પાંડેસરા જીઆઇડીસીમાં મારૂતિ ટ્રેડીંગ કોર્પોરેશન નામે કેમિકલનો ધંધો કરતા નિલેશ પ્રવિણ પ્રજાપતિ (ઉ.વ. 46 રહે. શાલીગ્રામ સિગ્નેચર એપાર્ટમેન્ટ, આરટીઓ સામે, પાલ) ઓક્ટોબર 2022 માં એમએસએમઇ લોન કન્સલટન્ટ તરીકે કામ કરતા કૃણાલ જનક ભોજકનો સંર્પક કર્યો હતો. રીંગરોડની અન્નપૂર્ણા માર્કેટ ઉપરાંત પાલના નિશાલ આર્કેડમાં ઓફિસ ધરાવતા કૃણાલે રૂ. 2 કરોડની લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી કન્સલ્ટીંગ ચાર્જ પેટે લોન પહેલા 5 ટકા અને લોન સેન્સન થાય પછી 5 ટકા આપવાનું નક્કી કર્યુ હતું. કૃણાલે લોનની લાલચમાં કન્સલ્ટીંગ ચાર્જ પેટે ઓનલાઇન રૂ. 14.50 લાખ ચુકવી દેતા અઠવાડિયા બાદ કૃણાલે રૂ. 1.95 કરોડની લોન સેન્સનનો લેટર બતાવી તેના ઉપર નિલેશની સહી કરાવી 48 કલાકમાં લોનની રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે એમ કહી બાકી ચાર્જ પેટે રૂ. 10.50 લાખ પણ લઇ લીધા હતા.

(5:08 pm IST)