Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે ખેતરમા ગાંજાનું વાવેતર કરનાર આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો

આણંદ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામે આવેલ લક્ષ્મીપુરા સીમમાં  આજથી લગભગ પોણા ત્રણ વર્ષ પૂર્વે આણંદ એસઓજી પોલીસે ઓચિંતો છાપો મારીને ખેતરમાં ઉગાડેલ ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જેમાં પેટલાદની અદાલતે દેવા તળપદના શખ્સને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસે ગત તા.૭-૬-૨૦૨૦ના રોજ સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામની લક્ષ્મીપુરા સીમમાં ઓચિંતો છાપો મારી ચંદુભાઈ ઉર્ફે ભગત કાભઈભાઈ ગોહેલના ખેતરમાં તપાસ કરતા મરચી તેમજ રીંગણાના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું માલુમ પડયું હતું.

જેથી પોલીસે તુરત એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે લક્ષ્મીપુરા સીમમાં આવી પહોંચી હતી અને છોડ અંગે તપાસ કરતા છોડ ગાંજાના હોવાનું ખુલવા પામ્યું હતું. 

પોલીસે ખેતરમાંથી કુલ ૧૭ જેટલા ગાંજાના છોડ મેળવી વજન કરતા ૯.૧૭૯ કિગ્રાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચંદુભાઈ ઉર્ફે ભગત ગોહેલ વિરુધ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.

(5:05 pm IST)