Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

તારાપુના ફતેપુરા નજીક ટ્રેકની ટક્કરે યુવકનું મૃત્યુ

તારાપુર : વાસદ બગોદરા સિક્સ લેન હાઈવે બની ગયા બાદ પણ અકસ્માત થવાનુ બંધ થતું નથી. જેમા ગતરોજ સાંજના એક વાગ્યાનાં અરસામાં  પચેગામનો ૨૨ વર્ષીય યુવાન સદ્દામભાઈ કાળુભાઈ સંધી જ્યારે પોતાની મારૂતિ ફ્રંન્ટી કાર લઈને ગેસ પૂરાવવા ફતેપુરા સી.એન.જી પંપે જઈ રહ્યો હતો તે દરમ્યાન સામેથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ટ્રકનો ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. અને સદ્દામ કારમા ફસડાઈ પડયો હતો. પંપ પર ઉભેલા કેટલાક લોકોએ માનવતા દાખવી સદ્દામને કારમાથી બહાર કાઢીને તારાપુર સરકારી હોસ્પિટલે પહોંચાડયો હતો. જ્યા ડાકટરો દ્વારા સદ્દામને મૃત જાહેર કરી પેનલ ડાક્ટર દ્વારા પી.એમ કરી ડેડબોડી ઘરના લોકોને સોંપી હતી. 

વાસદ બગોદરા હાઈવે નુ નવનિર્માણ તો થઈ ગયુ પરંતુ હાઈવે ઓથોરિટીએ છોડેલ કેટલીક ખામીઓ ના કરાણે આજે પણ લોકોના જીવ જાય છે. ફતેપુરા પાસે આવેલ સી.એન.જી પંપ પર વાહનચાલકો અવારનવાર ગેસ પુરાવવા જાય છે પરંતુ ફતેપુરા,પચેગામ,રીંઝા નભોઈ,ગલિયાણા ,ગોલાણા સહિતના ગામડાઓના લોકોએ ફતેપુરા પાસેના બ્રિજ નીચેથી બે કી.મી સુધી રોંગ સાઈડે જવુ પડે છે. વધુમા રોંગ સાઈડના રસ્તા પર ભયંકર વળાંક પણ આવે છે. આજ ગામના લોકોને જો તારાપુર સાઈડે થઈને જવુ હોય તો છેક કસ્બારા બ્રીજ થી કુલ ૧૦ કી.મી નું અંતર થાય છે. દસેક કિમી નું અંતર કાપવું તેના કરતાં આ  ગામડાના વાહન ચાલકો ફતેપુર બ્રીજથી રોંગ સાઈડે બે કી.મી નું અંતર કાપવાનું મુનાસિફ માને છે. જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. જેથી હવે વાહનચાલકોની માંગ છે કે સી.એન.જી પંપની આસપાસ એક નાનો કટ આપે જેથી અકસ્માતો ટળી શકાય તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

(5:04 pm IST)