Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખેડૂતોને ટ્રેકટરની જેમ ટ્રોલી માટે પણ સબસીડી આપો : કૌશિક વેકરીયા

ગાંધીનગર, તા. ૧૬ :  અમરેલી ધારાસભ્‍ય વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયાએ રજુઆત કરી છે કે ગુજરાત રાજયના ખેડૂતો સરળતાથી ખેતી કરી શકે અને ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે તેવા ઉમદા આશયથી રાજય સરકાર ખેડૂતોને પોતાનું ટ્રેકટર ખરીદવા માટે સબસીડી આપે છે. અને આ યોજનાનો લાભ રાજયના હજારો ખેડૂતો લઇ રહ્યા છે. જે ખુબ જ સરાહનીય બાબત છે.

ખેડૂતો દ્વારા થતી ટ્રોલીની ખરીદીમાં પણ ટ્રેકટરની જેમ સબસીડી આપવામાં આવે તે બાબતે રાજય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને લેખિત રજુઆત કરી આગામી બજેટ ટ્રોલીની ખરીદીમાં પણ સબસીડી આપવામાં આવે તેવો ખેડૂતોલક્ષી વધુ એક નિર્ણય કરવા જણાવ્‍યું છે.

(5:07 pm IST)