Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નાયગ્રા ફોલ્‍સના પ્રવાસે ગયેલા ગુજરાતી પરિવારને નડ્‍યો અકસ્‍માતઃ ખીણમાં પડી જતા મહિલાનું મૃત્‍યુ

દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના બાળકને બચાવી લેવાયું હતું: પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતીઃ જેને કારણે તેમને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા

ટોરેન્‍ટો, તા.૧૬: કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષ પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસ બફેલો ન્‍યૂઝના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી, જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, ઙ્કદુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો.

રોલાએ કહ્યું કે મહિલા ખીણમાં પડી તે પહેલાં તેના પતિ અને દીકરા સાથે હતી. પોલીસ હજુ સુધી જાણતી નથી કે આ ઘટના કઈ રીતે બની. પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી હતી.'

રોલાએ ઉમેર્યું કે આ ખૂબ જ બર્ફીલો પ્રદેશ છે. બચાવ કાર્ય માટે તે ખરેખર અઘરો પ્રદેશ છે, પરંતુ અમારી ટીમ તમામ પરિસ્‍થિતઓનો સામનો કરીને તેમની પાસે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.'

ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. ટીમ ઘાટીના તળિયે રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. બચાવકર્તાઓ નાયગ્રા ફૉલ્‍સ ફાયર ડિપાર્ટમેન્‍ટ સાથે બંને પીડિતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી ગયા હતા. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં.

જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા. અકસ્‍માતમાં રુદ્રાન્‍શને ૧૭ ટકા આવ્‍યા છે અને ડોક્‍ટરે તેને હજી લગભગ દોઢ મહિનો હૉસ્‍પિટલમાં સારવાર હેઠળ રાખવાની સલાહ આપી છે.'

 

મુંબઇથી રાજકોટ આવેલા કામીનીબેન સ્‍પીડ બ્રેકરને કારણે મિત્રના બાઇકમાંથી ઉછળી પડયાઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૯: શહેરના આજીડેમ ચોકડીથી રામવન તરફના રસ્‍તા પર સ્‍પીડ બ્રેકર પર બાઇક ઉલળતાં ચાલક મિત્રની પાછળ બેઠેલા મુંબઇના મહિલા ઉછળી પડતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બંને રામવન ફરવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મુંબઇ રહેતાં કામિનીબેન મોહનભાઇ ભટ્ટી  (ઉ.વ.૪૫)ને ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. એસ્‍ટ્રોન ચોક પાસે રહેતાં ચિરાગભાઇ રાઠોડ તેણીને હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણે જણાવ્‍યું હતું કે પોતે કામિનીબેનને બાઇકમાં બેસાડીને રામવન તરફ જતાં હતાં ત્‍યારે આજીડેમ ચોકડી રામવનના રસ્‍તા વચ્‍ચે ઝીગઝેગ સ્‍પીડબ્રેકર આવતાં તે ન દેખાતાં બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને એ કારણે પોતાના બાઇકની પાછળ બેઠેલા મિત્ર કામિનીબેન ઉછળી પડતાં ઇજાઓ થઇ હતી.  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે આજીડેમ પોલીસમાં એન્‍ટ્રી નોંધાવી હતી. કામિનીબેન મોરબી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્‍યા બાદ રાજકોટ મિત્રને મળવા આવ્‍યા હતાં અને બંને રામવન જઇ રહ્યા હતાં ત્‍યારે આ અકસ્‍માત નડયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(5:09 pm IST)