Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા સમયે શાળા સંચાલકોને કેન્‍દ્ર પર હાજર ન રહેવા આદેશ

શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પત્ર મોકલી નિયમનો અમલ કરવા તાકીદ

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાત માધ્‍યમિક - ઉચ્‍ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષાની તડામાર તૈયારી ચાલી રહી છે. હવે પરીક્ષા આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્‍યારે પરીક્ષા ન્‍યાયીક રીતે યોજવા કેટલાક કડક નિયમો બની રહ્યા છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈ કેન્‍દ્રો પર શાળા સંચાલક મંડળના ટ્રસ્‍ટીઓ કે સભ્‍યોને હાજર ન રહેવા માટે આદેશ કર્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્‍યોને પરીક્ષાની કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમને પરીક્ષા કેન્‍દ્રો પર હાજર રહેવુ નહીં તેવી સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તેમના તાબાની સ્‍કુલો કે જયાં પરીક્ષા કેન્‍દ્રો હોય તે શાળાના સંચાલકોને આ નિયમનો અમલ કરવા માટે તાકીદ કરવા જણાવાયુ છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા ૧૪ માર્ચથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા ૨૯ માર્ચના રોજ પૂર્ણ થશે

 

 

 

(4:14 pm IST)