Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરામાં હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં મુસ્લિમ દ્વારા દુકાન ખરીદવા સામેની અરજી હાઇકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટે એક હિન્દૂ વ્યક્તિ દ્વારા એક મુસ્લિમ વ્યક્તિને પોતાની દુકાન વેચવા પર આપત્તિ વ્યક્ત કરનારા લોકો પર 25,000 રૂપિયાનો દંડ ફટકારતા કહ્યું કે આ વલણ પરેશાન કરનાર છે

અમદાવાદ :  ગુજરાત હાઈકોર્ટે એક હિન્દૂ વ્યક્તિ દ્વારા એક મુસ્લિમ વ્યક્તિને પોતાની દુકાન વેચવા પર આપત્તિ વ્યક્ત કરનારા લોકો પર 25,000 રૂપિયાનો દંડ ફટકારતા કહ્યું છે કે, આ વલણ પરેશાન કરનાર છે.

 બાર એન્ડ બેન્ચ અનુસાર, સિંગલ બેન્ચના જસ્ટિસ બીરેન વૈષ્ણવે કહ્યું કે, આ એક હેરાન કરનારું કારણ છે કે, એક અશાંત વિસ્તારમાં સંપત્તિ લેનારા એક ખરીદદારને હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેને તેની ખરીદેલી સંપત્તિનો લાભ લેવાની કોશિશને નિષ્ફળ કરવામાં આવી.

રિપોર્ટ અનુસાર એક મુસ્લિમ વ્યક્તિએ વડોદરાના એક હિન્દૂ બહુમતી વિસ્તારમાં એક હિન્દૂ વ્યક્તિ પાસેથી એક દુકાન ખરીદી હતી.

રિપોર્ટ અનુસાર, વડોદરા વિસ્તારમાં એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ વ્યક્તિ પાસેથી દુકાન ખરીદી હતી, જે હિન્દુ બહુમતી વિસ્તાર ગણાય છે. હાઈકોર્ટના કેસમાં અરજીકર્તાઓ સોદાના સાક્ષી હતા જેમણે 2020માં બંને પક્ષો વચ્ચે વેચાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ હવે દાવો કરે છે કે તેમને સહી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, કલેક્ટર અને સ્થાનિક પોલીસે પણ વેચાણ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી ‘સંતુલન’ પર અસર થઈ શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 2020માં હાઈકોર્ટે આ વાંધાઓને ફગાવી દીધા હતા.જ્યારે આ ટ્રાન્ઝેક્શન સબ-રજિસ્ટ્રાર પાસે રજીસ્ટર કરાવવાનું હતું, ત્યારે આ સાક્ષીઓએ કહ્યું કે તેમની સાથે બળજબરી કરવામાં આવી હતી.

મુસ્લિમ વ્યક્તિના કબજામાં આવેલી દુકાનની બાજુમાં આવેલા દસથી વધુ દુકાનદારો દ્વારા વધારાની સિવિલ (દીવાની) અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓને હવે રદ્દ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત હિન્દૂ વ્યક્તિ દ્વારા એક મુસ્લિમ વ્યક્તિને પોતાની દુકાન વેચવા પર વાંધો ઉઠાવનારા તમામ લોકો પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

2021માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ, 1991ની કલમ 3(1)(ii) હેઠળ આવતા કોઈપણ વિસ્તારને ‘વિક્ષેપિત વિસ્તાર’ (અશાંત ક્ષેત્ર) તરીકે જાહેર કરવા પર રોક લગાવી હતી. તેના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ‘એક સમુદાય’ સાથે જોડાયેલા વ્યક્તિનું ‘અયોગ્ય ક્લસ્ટરિંગ’ થઈ શકે છે.

(11:09 pm IST)