Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજપીપળા એસટી ડેપોને અદ્યતન સુવિધા વાળી બે બસો મળતાં સાંસદ અને ધારાસભ્યએ લોકાર્પણ કર્યું

બસમાં પુશ બેંક સીટો, ટુ બાય ટુ,આરામદાયક સવારી અને ખાસ એસ.ઓ.એસની સુવિધામાં કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક રાહત મળે જેવી અદ્યતન સુવિધા હશે: અનેક સુવિધાઓથી સજ્જ ફાળવાયેલી બંને બસો રાજપીપળા અંબાજી રૂટ પર ફરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતમાં અદ્યતન સુવિધા વાળી કુલ ૧૫૧ એસટી બસો ફાળવવામાં આવી હોય જેમાં રાજપીપળા ડેપોમાં બે બસો આવતા સાંસદ મનસુખભાઈ વસાવા,ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,સુગર ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,એસટી વિભાગમાંથી ડી. ટી.ઓ સી.ડી.મહાજન સહિતનાઓની ઉપસ્થિતિમાં આ બસની પૂંજા કરી શ્રીફળ વધેરી,રીબીન કાપી ઝંડી બતાવી બસને અંબાજી રૂટ પર ફરતી કરી હતી.
આ નવી બસમાં પુશ બેંક સીટો, ટુ બાય ટુ,આરામદાયક સવારી અને ખાસ એસ. ઓ.એસ ની સુવિધા માં કોઈ ઇમરજન્સી ટાણે બટન દબાવવાથી તાત્કાલિક રાહત મળે જેવી અદ્યતન સુવિધા હોય માટે લાંબા અંતર માં જતા આવતા મુસાફરો માટે આ એક ઉત્તમ સુવિધા સાથેની બસ અપાઇ હોય હાલમાં આ બંને બસો રાજપીપળા થી અંબાજી રૂટ પર શરૂ કરવામાં આવી છે.

(11:01 pm IST)