Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજપીપળામાં હિન્દુ ધર્મ સેના દ્વારા સફેદ ટાવર પાસે હનુમાન ચાલીસાના પાઠનો પ્રારંભ : ગુજરાતમાં પહેલ

મંગળવારથી રાજપીપળા સફેદ ટાવર ખાતે સવાર સાંજ માઈકમાં હનુમાન ચાલીશા વગાડવાની શુભ શરૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના સફેદ ટાવર ખાતે મંગળવારથી હનુમાન ચાલિશાનાં પાઠ માઈકમાં વગાડવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ માટે અખિલ ભારતીય સંત સમિતિના વડા સ્વામી સિદ્ધેશ્વર મહારાજ અને ભક્તો દ્વારા સફેદ ટાવર સામે મુખ્ય માર્ગ પર શ્રીફળ વધેરી હનુમાન ચાલીસાની શુભ શરૂઆત કરવામાં આવી હતી
આ તબક્કે સ્વામી સિદ્ધેશ્વરજી એ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના આયોજનથી અને હિન્દુ ધર્મ સેનાંનાં ભગીરથ કાર્યથી સમાજના ભાઈઓ બહેનો વડીલો ધાર્મિક ભક્તિભાવ તરફ વળે એ હેતુથી તંત્રની તમામ મંજૂરી મેળવી સફેદ ટાવર પાસે દરરોજ સવાર સાંજ કોઈને અડચણનાં થાય એ રીતે હનુમાન ચાલિશા માઇક દ્વારા વગાડી આધ્યાત્મિક ચેતના જગાડવાનો આ એક કાર્યક્રમ છે આ કાર્યક્રમથી સમાજમાં એક્તા આત્મીયતા વધે,તમામ હિન્દુ ધર્મના લોકો આધ્યાત્મિકતા તરફ વળે તે માટેનું આ એક ભગીરથ કાર્ય હિન્દુ ધર્મ સેના,નર્મદા દ્વારા ગુજરાતમાં પહેલ થઈ છે.

(10:56 pm IST)