Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજપીપળા નગરપાલિકાની ચેતવણી બાદ પણ દબાણ નહિ હટાવતા વેપારીઓ પાસે ૫૬૦૦ રૂપિયા દંડ વસુલાયો

દોલત બજાર,ગંગા જમુના રોડ,સ્ટેશન રોડ,લીમડા ચોક તથા નીઝમશા દરગાહ પાસે દબાણ કરતા વેપારીઓ પર પાલિકા ટીમે દંડનીય કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આમ પણ ટ્રાફિકની ગંભીર સમસ્યા છે જેમાં આડેધડ વાહન પાર્કિંગ અને મુખ્ય બજારમાં ગમે ત્યાં થતા દબાણ જવાબદાર છે જોકે આ માટે પોલીસ અને પાલિકા સતત કાર્યવાહી કરે છે છતાં લોકો આ બાબત ગંભીરતાથી નાં લેતા ક્યારેક તો બજારમાં પગપાળા જવું પણ મુશ્કેલ બને છે ત્યારે રાજપીપળા નગરપાલિકાની ટીમે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાની સૂચના હેઠળ સોમવારે ગંગા જમુના રોડ પર વેપારીઓ એ કરેલા દબાણ હટાવવા કડક ચેતવણી આપી હોવા છતાં બીજા દિવસે પાલિકા ટીમે ફરી આ રોડ પર ચેકીંગ હાથ ધર્યું તો દબાણ રાખીને બેઠેલા કેટલાક વેપારીઓ પાસે દંડ વસૂલ કર્યો હતો
જાણવા મળ્યા મુજબ મંગળવારે પાલિકાની ટીમે ચેકીંગ દરમિયાન દોલત બજાર,ગંગા જમુના રોડ,સ્ટેશન રોડ,લીમડા ચોક તથા નીઝમશા દરગાહ પાસે દબાણ કરતા વેપારીઓ સામે પાલિકા ટીમે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૫,૬૦૦ નો દંડ વસૂલ કર્યો હતો.

(10:54 pm IST)