Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખામર ગામના ઢાળ પાસે ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતાં ગાડી માલિકનો આબાદ બચાવ

નવસારીથી પરત પોતાના ઘરે વડોદરા જતા ખામર ગામ પાસે આજની બનેલી ઘટનામાં આખી ગાડી બળી ગઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામના ઢાળ પાસે એક ફોર વ્હીલ ગાડી માં આગ લાગતાં માલિકનો આબાદ બચાવ થયો હતો
મળતી વિગતો અનુસાર જતીનભાઈ નંદકિશોર રાવલ ( રહે.વડોદરા સોમાતળાવ ચાર રસ્તા પાસે દર્શનમ એન્ટીલીયા-૧ મકાન નંબર એ-૧૧, જી.વડોદરા) પોતાની ફોર વ્હીલ મારૂતી સુઝુકી સેલેરીયો ગાડી નંબર GJ- 26-N-4822 ની લઇને નવસારીથી પોતાના ઘરે વડોદરા ખાતે આવતા હતા તે વખતે ખામર ગામના ઢાળ ચડતી વખતે ગાડીમા બોનેટ પાસેથી ધુમાડો નીકળતા તેઓ ગાડી ઉભી રાખી નીચે ઉતરેલ તે વખતે અચાનક કોઇ કારણસર ગાડીમા આગ લાગતા આખી ગાડી બળી ગઈ હતી જોકે જતીનભાઈ ને આ ઘટનામાં કોઈ ઇજા થઈ નાં હોય તેમનો આબાદ બચાવ થયો હતો.

(10:53 pm IST)