Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નર્મદા જિલ્લા સાંઈ ટ્રાફિક ટ્રસ્ટ અને TRB પરિવાર દ્વારા ચિલ્ડ્રન હોમના ૬૦ બાળકોને વસ્તુઓનું વિતરણ કરાયું

TRB પરિવારે આ અનાથ બાળકોને માતા પિતાની ખોટ નાં વર્તાય એ માટે રૂબરૂ મળી વસ્તુઓ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફીક પીએસઆઈ એમ. બી.ચૌહાણ તથા સંસ્થાના પ્રમુખ યોગેશ પટેલ અને ટી.આર.બી. પરિવાર દ્વારા ચિલ્ડ્રન હોમ કેર અંતર્ગત ૨૦ બાળકો તથા ગર્લ્સ  વિભાગની ૪૦ કન્યાઓને ચંપલ, ટી,શર્ટ, કોપરેલ તેલ, જેવી જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે જીલ્લા ટ્રાફિક પીએસઆઈ એ બાળકોને ચોકલેટ આપી વેલેન્ટાઇન્ડે ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન હોમના બોયસ તથા ગર્લસના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમનો હેતુ એ હતો કે અનાથ બાળકોના માતા પિતા બનીને ટી.આર.બી. પરિવાર રૂબરૂ મળી બધી ચીજ વસ્તુઓ વિતરણ કરતા આ અનાથ બાળકોને માતા પિતાની ખોટા નાં વર્તાઈ અને એમને જ્યારે જરૂર પડે ત્યારે ટી આર બી પરિવાર હાજર રહી મદદ કરશે તેમ જણાવ્યું હતું.

(10:37 pm IST)