Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજ્યમાં ફેબ્રુઆરીના અંત સુધી અનુભવાશે બેવડી ઋતુ :માર્ચથી આકરો ઉનાળો દઝાડશે

વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે

અમદાવાદ :રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે. અને આ સાથે હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.

(9:05 pm IST)