Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

આશ્રમશાળાની જમીન રિન્યુ કરવા નિર્ણય લેવાનું ફરમાન

ગુજરાત હાઇકોર્ટનો સંબંધિત સત્તાવાળાઓને આદેશ : આદિવાસી બાળકોના કલ્યાણ અર્થે ચાલતી આશ્રમશાળા માઓવાદ તરફ વળતા રોકે છે : અરજીમાં રજૂઆત થઈ

અમદાવાદ,તા. ૧૬ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતો પર ચાલતી અને આદિવાસી બાળકોના કલ્યાણ અર્થે કાર્યરત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની મોજે ખેરવાડાની બહુ જાણીતી અને પ્રતિષ્ઠિત ખાદી કુટીર વેડછી ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળાની જમીનનો પટ્ટો રિન્યુ કરવા અંગે ત્રણ મહિનામાં યોગ્ય નિર્ણય લેવા ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને ફરમાન કર્યું છે. હાઇકોર્ટે અરજદાર ટ્રસ્ટને એક મહિનામાં સત્તાવાળાઓ સમક્ષ મામલે રજૂઆત કરવા નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ .એસ.સુપહીયાએ ચુકાદામાં બહુ મહત્વની નોંધ કરી હતી કે, સરકારના સત્તાવાળાઓએ નિર્ણય લેતાં પહેલાં આશ્રમશાળાની ઉદાર અને કલ્યાણકારી પ્રૃવૃત્તિઓને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાનો રહેશે.

        હાઇકોર્ટે સમગ્ર કિસ્સાને ખાસ કિસ્સા તરીકે ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી, જેથી અરજદાર ટ્રસ્ટ શરત નં-૧૬ એટલે કે, જમીનના પટ્ટાની રિન્યુઅલની પ્રક્રિયા સંતોષી શકે. સત્તાવાળાઓ દ્વારા આખરી નિર્ણય ના લેવાય ત્યાં સુધી પક્ષકારોએ યથાવત્ સ્થિતિ જાળવી રાખવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી. અરજદાર ખાદી કુટીર વેડછી ટ્રસ્ટ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી અને મયંક કે.ત્રિવેદીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, ગત તા.૧૩--૧૯૮ના હુકમથી સુરત કલેકટર દ્વારા ૧૩ એકર, બે ગુંઠાવાળી જમીન આશ્રમ શાળાના હેતુ ગ્રાન્ટ કરવામાં આવી હતીજેમાં આશ્રમ શાળા આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ખેતીની તાલીમ પણ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખેતી એક વિષય તરીકે હોય છે. બાળકો હોસ્ટેલમાં ચોવીસ કલાક રહેતા હોય છે અને ખેતીમાં જે ઉત્પાદન થાય તે પાક ડાંગર, ઘઉં, ચોખા, તુવેર, દૂધી, મરચા, ટામેટા અને ભીંડી જેવા પાક લેતા વિદ્યાર્થીઓને તાલીમ અપાય છે તો, કિચન ગાર્ડનમાં મેથી, પાલક, કોથમીર, સરગવો સહિતના પાક લેવાની તાલીમ અપાય છે. બાળકોને દર અઠવાડિયે વિનામૂલ્યે નવા સાબુ, વર્ષે બે જોડી કપડાં અને રહેવા-નાસ્તા, જમવાની પૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે.

          વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ-અલગ બાથરૂમ, ટોયલેટ, ગૌચર, કોમ્પ્યુટર રૂ, ડાઇનીંગ હોલ, એન્જિન રૂ તથા ઘંટી, પાણીની ટાંકી, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ સહિતની સુવિધાઓ પણ પૂરી પડાય છે. સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી અને મયંક કે.ત્રિવેદીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, આશ્રમશાળામાં હાલ ૧૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજય સરકાર તરફથી આશ્રમશાળાને ગ્રાન્ટ મળે છે અને સૌથી નોંધનીય કે, આશ્રમશાળા આજદિન સુધી મહાત્મા ગાંધીના સિધ્ધાંતો પર ચાલે છે. આશ્રમશાળાની પ્રવૃત્તિ આદિવાસી વિદ્યાર્થીઓને માઓવાદ તરફ વધતા રોકે છે અને ગુજરાતમાં માઓવાદ નહી પ્રવેશવાનું એક કારણ આશ્રમશાળાઓ પણ છે. આશ્રમશાળા ખરેખર આદિવાસી વિદ્યાર્થીઓને સમાજના મુખ્યપ્રવાહમાં ભળવા પ્રેરિત કરે છે.

          આશ્રમશાળાને જમીન ફાળવણી થઇ ત્યારથી તેનો આશ્રમશાળાના ઉમદા હેતુ માટે સતત ઉપયોગ થતો આવ્યો છે પરંતુ તા.૧૩--૮૨ના હુકમની શરત નં-૧૬ મુજબ, જમીનનો પટ્ટો નિયત સમયમાં રિન્યુ કરાવવાનો શરતચૂકથી રહી ગયો તેથી સુરત કલેકટર ૨૦૦૫માં જમીન ખાલસા કરી દીધી હતી,, જેની સામે અરજદાર ટ્રસ્ટે સરકારમાં રિવીઝન પણ કરી પરંતુ સરકારે સમગ્ર કેસની હકીકતો ધ્યાને લીધા વિના તે કાઢી નાંખી હતી. જેને પગલે અરજદાર ટ્રસ્ટને હાઇકોર્ટમાં પિટિશન કરવાની ફરજ પડી છે. સંજોગોમાં સુરત કલેકટરના જમીન ખાલસા કરવાના હુકમને અને સરકારનો રિવીઝનનો હુકમ હાઇકોર્ટે ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદાર ટ્રસ્ટની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો આદેશ જારી કર્યો હતો

સમગ્ર કેસમાં હાઈકોર્ટે ખાસરીતે નોંધ લીધી....

અમદાવાદ, તા. ૧૬ : હાઇકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે, નિર્વિવાદ હકીકત છે કે, આશ્રમશાળાએ ઉપરોકત જમીન તેમને ગ્રાંટ થયા બાદ તેનો ઘણો સારો વિકાસ કર્યો છે, જેમાં હાલ ૧૫૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને રહે પણ છે. આશ્રમશાળા તરફથી તેમને વિનામૂલ્યે રહેવા, જમવા સહિતની સુવિધા, આદિવાસી બાળકોના હિત અને ક્લ્યાણ અર્થે ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ ચલાવાય છે. સત્તાવાળાઓએ નિર્ણય લેતાં પહેલાં આશ્રમશાળાની ઉદાર અને કલ્યાણકારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાનો રહેશે. હાઇકોર્ટે સમગ્ર કિસ્સાને ખાસ કિસ્સા તરીકે ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી, જેથી ટ્રસ્ટ શરત નં-૧૬ એટલે કે, જમીનના પટ્ટાની રિન્યુઅલની પ્રક્રિયા સંતોષી શકે. આમ, હાઇકોર્ટે તેના ચુકાદામાં આશ્રમશાળાની કલ્યાણકારી પ્રવૃત્તિઓને બહુ હકારાત્મક લઇ તેને સ્પેશ્યલ કેસ તરીકે નોંધ લીધી હતી.

(10:10 pm IST)