Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રિવરફ્રન્ટ પર સરસ મેળો ૨૦૨૦ વિધિવતરીતે શરૂ

મંત્રી બચુ ખાબડે ની ઉપસ્થિતિમાં શરૂ

અમદાવાદ,તા.૧૬ : ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી 'સરસ મેળા-૨૦૨૦'નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે 'સરસ મેળો-૨૦૨૦'ને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે ખુલ્લો મુક્યો.

          ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ્ય વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો અને સખીમંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના ઉમદા આશયથી પ્રદર્શન સહ વેચાણરથાય તે હેતુ માટે સરસમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ જોવા મળશે.

(10:01 pm IST)