Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

LRD વિવાદ બાદ સરકારની જાહેરાતને વિધાર્થીનીઓ લોલીપોપ ગણાવી : આંદોલન યથાવત રાખવા મક્કમ

અનામત વર્ગની મહિલાઓ આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી : પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર

અમદાવાદ : એલઆરડી ભરતી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો, અને તેમણે આને લોલીપોપ ગણાવ્યો હતો. તેમણે માંગણી છે કે 2018ના જીઆરને રદ્દ કરવામા આવે. આ અંગે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આંદોલન સમેટવાની ચોખ્ખી ના પાડી દીધી છે

  . રાજ્ય સરકારે ભરતીની લ્હાણી કરી એવી જાહેરાત કરી કે એલઆરડીની ભરતીમાં વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને નથી લેવાયો. પરંતુ સરકારની આ જાહેરાત અનામત વર્ગના ગળે ન ઉતરી અને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ગાંધીનગરને ગજવતી અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી છે અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અનામત વર્ગની મહિલાઓની એક જ માંગ હતી કે સરકાર વર્ષ 2018ના પરિપત્રને ગમે તે ભોગે રદ કરે. ત્યાર બાદ મોટી સંખ્યમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

(8:52 pm IST)