Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

વડાલીના મૃતકના પત્નીની અરજી : જો આરોપીઓ નહીં પકડાઈ તો બે બાળકો અને ત્રીજા ગર્ભમાં બાળક સાથે આત્મવિલોપન કરીશ

પોલીસ કર્મચારીઓ‌ જ આરોપીમાં હોવાથી પોલીસની ઢીલી કામગીરી સામે પણ આક્ષેપ

સાબરકાંઠાના વડાલીમાં આત્મહત્યા મામલે મૃતકની પત્નીએ મુખ્ય પ્રધાન, ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલિસ વડાને અરજી કરી છે. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી આરોપીઓ પકડવા‌ અરજીમાં જણાવ્યું છે. જો આરોપી નહી પકડાય તો બે બાળકો અને એક ગર્ભમાં રહેલા બાળક સાથે આત્મવિલોપનની ચીમકી મહિલાએ ઉચ્ચારી છે. પોલીસ કર્મચારીઓ‌ જ આરોપીમાં હોવાથી પોલીસની ઢીલી કામગીરી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

(8:03 pm IST)