Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

નિમંત્રણ વિના મુખ્યમંત્રીને મળવા પહોંચેલા અલ્પેશ ઠાકોરે સિક્યુરિટી સાથે કર્યું બેહુદુ વર્તન

બેઠકમાં બોલાવાયેલા લોકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ ન હોવાથી અટકાવ્યો

ગાંધીનગર : ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે બેહૂદુ વર્તન કર્યું હતું ,અનામત વર્ગની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જતાં અલ્પેશ ઠાકોરને રોકતાં તે રોષે ભરાઈને મુખ્યમંત્રીના સિક્યોરીટી સાથે ગેરવર્તણૂક કરી હતી

 આજે  બેઠકમાં બોલાવાયેલા લોકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ ન હોવાથી તેને મંત્રી નિવાસના ગેટ પાસે સિક્યોરિટીએ રોક્યો હતો. તે મુખ્યમંત્રી ઓફિસમાં જાણ કર્યા વગર જ મંત્રી નિવાસસ્થાને રવાના થયો હતો. જેથી ગેટ પરના સુરક્ષા જવાને મુખ્યમંત્રી સિકિયોરિટીને ધ્યાન દોરીને અલ્પેશની ગેરવર્તુકની ફરિયાદ કરી હતી

(7:46 pm IST)