Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

વડોદરામાં અલકાપુરીમાં પરણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું ઈંડા પુલાવ લેવામાં મોડું થતા દંપતી વચ્ચે ઝઘડો થતા જીવ દીધો

ઝઘડો થયા બાદ બંને જણા સુઈ ગયા :વિશાલે સવારે ઉઠીને જોતા મકાનની છત પર દુપટ્ટા વડે પત્ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી

વડોદરા :શહેરના અલકાપુરી વડી વાડી વિસ્તારમાં પરિણીતાએ ઇંડાપૂલાવ મોડો લાવવા મામલે પતિ સાથે ઝઘડો થયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અલકાપુરી વાડી વિસ્તારમાં રહેતી મનીષાના લગ્ન બે વર્ષ અગાઉ વિશાલ સાથે થયા હતા. વિશાલ 6 માસ અગાઉ ઈંડાની લારી પર નોકરી કરતો હતો. બાદમાં વિશાલે નોકરી છોડી દીધી હતી. ગઇકાલે વિશાલ ઈંડાની લારી પર ઈંડાપુલાવ લેવા ગયો હતો. જ્યાં લારી પર ભીડ હોવાથી વિશાલ ઘરે મોડો આવ્યો હતો.

            ત્યારબાંદ બંને વચ્ચે ઝગડો થયો હતો. જો કે બંને જણા સુઈ ગયા હતા. વિશાલે સવારે ઉઠીને જોતા મકાનની છત પર દુપટ્ટા વડે પત્ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સયાજીગંજ પોલીસ મૃતક મનીષાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. મનીષાના આપઘાતથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:10 pm IST)