Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

બિન અનામત આંદોલન:ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠેલી વધુ બે મહિલાઓની તબિયત લથડી

પાંચમા દિવસે ગાયત્રી પટેલની અને ડિમ્પલ રાજપૂતની તબિયત લથડી

ગાંધીનગર ખાતે બિન અનામત આંદોલનની ઉપવાસ પર બેઠેલી વધુ બે મહિલાઓની તબિયત લથડી હતી. બંને મહિલાઓને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાંચમા દિવસે ગાયત્રી પટેલની અને ડિમ્પલ રાજપૂતની તબિયત લથડી હતી. બંનેને 108 માં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અગાઉ ત્રણ મહિલા અને યુવતીની તબિયત લથડી હતી. બ્રહ્મ સમાજના પ્રમુખ, યુવામંત્રી સહિત મહિલા અગ્રણીઓ દીકરીઓની ખબર અંતર પુછવા ગયા હતા.

(5:47 pm IST)