Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રાજપીપળા સહિત નર્મદા જીલ્લામાં અચાનક ગરમીના કારણે સરકારી ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ચિક્કાર :વાતાવરણ માં પલટો આવતા અચાનક પડી રહેલી આકરી ગરમીમાં વાઇરલ ઇન્ફેક્સનના દર્દીઓની સંખ્યા વધી

રાજપીપળા સિવિલની કેશ બારી દવા બારી પર પણ દર્દીઓની મોટી કતારોના કારણે એક બીજાનું ઇન્ફેક્સન લાગવાનો પણ ખતરો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં અચાનક ઉછાળો આવતા શનિવારે રાજપીપળામાં 38 ડિગ્રી તાપમાન જોવા મળ્યું ત્યારે આમ અચાનક ગરમીનો પારો ઉપર જતા લોકો બીમારીમાં સપડાયેલા જોવા મળ્યા જેમાં રોજ સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીની બેવડી ઋતુના કારણે શરદી ખાંસી અને તાવના કેશો વધુ જોવા મળ્યા હાલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓ થી ઉભરાયેલા છે ત્યારે ઉનાળાની શરૂઆતમાંજ ગરમીનો પારો ઊંચો જશે તો આવનારા દિવસોમાં ગરમી ક્યાં પહોંચશે અને તેમાં લોકોની શું હાલત થશે એ ક્હેવું મુશ્કેલ છે.

 જોકે ગ્લોબલ વોર્મિંગની અસર દર વર્ષે વધતી જોવા મળે છે જેનું કારણ વૃક્ષનો ખાત્મો છે ત્યારે હાલ વૃક્ષારોપણ જેવા સરકારી કાર્યક્રમો તો જાણે ફક્ત તાયફા હોય એમ લાગે છે આવા સરકારી કાર્યક્રમો પર નિર્ભર રહેવા કરતા ખરેખર લોકો એ જાગૃત થઈ વૃક્ષારોપણની સાથે પ્રદુષણ અટકાવી ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરાથી બચવા પહેલ કરવી જોઈએ નહિ તો આવનારા વર્ષો માં ગરમીના કારણે મોતને ભેટતા લોકોની સંખ્યા બમણી હશે.

 રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાની પડતા વારંવાર દર્દીઓને કટોકટી સમયે નીચે સુવાડવાની નોબત આવતી હોય સરકારે જીતનગર બની રહેલી 300 બેડની 

નવી સરકારી હોસ્પિટલ કે જે ઘણા સમયથી કોન્ટ્રાક્ટરોની લડાઈના કારણે અટવાયેલી હતી તેનો હલ થઈ ચૂક્યો હોય આ નવી હોસ્પિટલનું કામ ઝડપી પૂર્ણ કરી દર્દીઓને પડતી તકલીફનો અંત આણવો જરૂરી છે.

(2:11 pm IST)