Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સુરતમાં CAA અને NRCના વિરોધ દર્શાવવાની સાથે સામૂહિક નિકાહનું આયોજન કરાયુ

સુરતઃ એકતરફ CAAના સમર્થનમાં બીજેપી રેલીઓ કાઢી રહી છે તો બીજી તરફ આજે સુરતમાં CAA અને NRCના વિરોધ દર્શાવવાની સાથે સામૂહિક નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના લીંબાયત વિસ્તારમાં ગરીબ પરિવારમાંથી આવતા 21 જેટલા યુગલોના સામૂહિક નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત સાથે દેશભરમાં ACC. NRC અને NPRનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે તેના સમર્થનમાં રેલી શહેરમાં નીકળે છે. જોકે તેના વિરોધમાં રેલીની મંજૂરી સરકાર નથી આપી. હવે આ તમામ મુદ્દાને લોકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે.

આજે શનિવારે સુરતના લીબાયત વિસ્તારમાં એક મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ત્યાં સેવા આપ આવેલા યુવાનો એ CAA, NRC અને NPRની ટીશર્ટ પહેરીને આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ કાયદાને સુરતના લીબાયત વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વિરોધ કરવામાં આવે છે.

જોકે આ સામુહિક લગ્નમાં 250 જેટલા સ્વયંસેવકોએ CAA અને NRCના વિરોધમાં ટીશર્ટ પહેરી હતી. એટલું જ નહીં લગ્નના તાંતણે બંધાવા જનાર મુસ્લિમ યુવક યુવતીઓએ પણ મોદી સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે આ યુવાનો દ્વારા અસરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કે તેમે જે કાયદો કર્યો છે તે તેમને માણીય નથી ત્યારે સરકાર વિરોધ કરવા દેતી નથી ત્યારે આ અનોખી રીતે વિરોધ નોધાવ્યો છે.

(11:50 am IST)