Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સુરતમાં ઉધના પટેલ નગર ખાતે આવેલ ચંદ્ર લોક સોસાયટીના એક પ્લોટમાં ઝડપાઇ નકલી તમાકુની ફેક્ટરીઃ આરોપીઓની શોધખોળ કરતી પોલીસ

સુરત : સુરતમાં છેલ્લા લાંબા સાયથી નકલી વસ્તુ વેચાણ થઈ રહ્યાની બૂમો પડી રહી હતી, ત્યારે સુરતના ઉધનામાં એક જગ્યા પર કેટલાક ઈસમો નકલી તંબાકુ બનાવી વેંચી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યા હતા, પણ પોલીસે તમાકુનું મશીન સહિતનો મુદામાલ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી દરેક વસ્તુનો ડુપ્લીકેટ માલ બજાર આવી રહ્યો છે. કારણ કે, માંગ વધતા રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો ડુપ્લિકેશન કરતા હોય છે, ત્યારે શહેરમાં છેલ્લા લાંબા સમયથી તમાકુ નકલી વેચાઈ રહી હોવાની બુમો ગલ્લે-ગલ્લે પડતી હતી. આ મામલે નકલી તમાકુ ક્યાં બને છે, તેની તપાસ ચાલી રહી હતી, ત્યારે ઉધના પોલીસને એક બાતમી મળી હતી કે, ઉધના પટેલ નગર ખાતે આવેલ ચંદ્ર લોક સોસાયટીના એક પ્લોટમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો કોઈ વસ્તુ બનાવી રહ્યા છે અને તે તમાકુ હોવાનો લોકોને શંકા છે.

આ બાતમી મળતા જ પોલીસે ગતરોજ રાત્રે આ જગ્યા પર દરોડા પાડ્યા હતા અને નકલી તમાકુ બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડી હતી. જોકે પોલીસ આવતા પહેલા ફેકટરીમાં રાહેલ માણસો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ફેક્ટરીમાંથી નકલી તમાકુમાં ભેળસેર કરવા માટે વપરાતું કેમિકલ, તમાકુના ડબ્બા સાથે રત્ન તમાકુના ડબ્બા કબજે કાર્યા હતા.

તમાકુ પેકિંગ કરવા માટેના 3 જેટલા મશીન પણ કબજે કરવા સાથે સોપારી સહિતનો જથ્થો મળીને 2 લાખ 62 હજારનો મુદ્દામાલ કબજે કરીને આ મામલે ગુનો નોંધી ડુપ્લિકેશન કરતા લોકોની શોધખોળ શરુ કરી છે.

(11:49 am IST)