Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ગરમી વધી : તાપમાન હજુય ૪ ડિગ્રી સુધી વધવાના સંકેતો

અમદાવાદમાં પારો વધીને ૧૭.૩ સુધી પહોંચ્યો : નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટી ૯.૬ ડિગ્રી : તાપમાનમાં સતત ફેરફારનો દોર રહેતા બાળકો બિમારીના સકંજામાં

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ફરી એકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં જોરદાર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ થયો કે, ફેબ્રુઆરી મહિનામાં જોરદાર ગરમીનો અનુભવ લોકોને થશે. ગાંધીનગરમાં આજે પારો ૧૫. રહ્યો હતો. બીજી બાજુ તાપમાનમાં જોરદાર ફેરફારના લીધે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવ્યા છે. સવારમાં ઠંડી અને રાત્રી ગાળામાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં પંખા એસી ચલાવવાની જરૂર પડી રહી છે.

         અમદાવાદમાં આજે સવારમાં ફુલગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરના ગાળામાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. પંખા અને એસીનો ઉપયોગ પણ થવા લાગી ગયો છે. આજે અમદાવાદમાં પારો ૧૭. અને નલિયામાં પારો ઘટીને . રહ્યો હતો. હજુ તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છેરાજ્યના અન્ય ભાગોમાં તાપમાનમાં ફેરફાર થયો હતો જેમાં ડિસામાં ૧૪, ગાંધીનગરમાં ૧૫., અમરેલીમાં ૧૬, નલિયામાં . અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૧૬.૨નો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આજે સુરત, વડોદરા, દ્વારકા, વેરાવળ સહિતના કેટલાક ભાગોમાં ગરમીનો અનુભવ થયો હતો.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૭.

ડિસા

૧૪

ગાંધીનગર

૧૫.

વીવીનગર

૧૫.

વડોદરા

૧૮

સુરત

૧૯.

અમરેલી

૧૬

રાજકોટ

૧૫

સુરેન્દ્રનગર

૧૪

મહુવા

૧૫.

ભુજ

૧૬

નલિયા

.

કંડલા એરપોર્ટ

૧૬.

કંડલા પોર્ટ

૧૫

(10:06 pm IST)