Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કાલે મુખ્યમંત્રી રૂપાણી અનામત મુદ્દે બંને વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે: ઉકેલની શકયતા

રવિવારે બપોર બાદ બેઠક મળશે:એલઆરડી પરિપત્રને લઇને ઉકેલ લાવવા અંતિમ કવાયત

અમદાવાદ : રાજય સરકારની આજની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં આવતીકાલ રવિવારે મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી બંને વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આજે સીએમ રૂપાણીએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ.. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં રવિવારે સીએમ હવે બંને પક્ષના આગેવાનો સાથે મુલાકાતન નિર્ણય લેવાયો છે. રવિવારે બપોર બાદ આ બેઠક મળશે. જેમાં એલઆરડી પરિપત્રને લઇને ઉકેલ લાવવા અંતિમ કવાયત હાથ ધરાશે.
 

(11:52 pm IST)