Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ટ્રમ્પને આવકારવા તડામાર તૈયારીઓ :યુએસથી આવનાર માટે 300 મોંઘીદાટ કાર તૈનાત રહેશે

એરપોર્ટ પર 23મીથી જેગવાર, મર્સિડિઝ, બીએમડબલ્યુ, ફોચ્યુનર, ફરારી, ઈનોવા કારનો કાફલો રહેશે:ર્કિંગ માટે પણ એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા

અમદાવાદ : અમેરિકાથી આવતા મહેમાનોને આવકારમાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ માટે તો વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો ટ્રમ્પ સાથે આવતા ડેલિગેશન માટે પણ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રમ્પ સાથે તેનુ પરિવાર, સુરક્ષા કર્મીઓ, રાજકિય વિશ્લેષકો, અને મોટી સંખ્યામાં મિડિયાકર્મીઓ આવવાના છે. તેમના રહેવા, જમવા, અને એરપોર્ટ પરથી લાવવા અને લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ડેલિગેશનોને લાવવા અને લઈ જવા માટે 300 મોંઘીદાટ કાર દોડાવશે. જેગવાર, મર્સિડિઝ, બીએમડબલ્યુ, ફોચ્યુનર, ફરારી, ઈનોવા જેવી કાર ભાડે કરી છે, અને લાખો રૂપિયાની મોંઘીદાટ કારના પાર્કિંગ માટે પણ એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વીવીઆઈપી પાર્કિંગમાં તમામ કાર પાર્ક રહેશે.

  એરપોર્ટ પર 23 ફેબ્રુઆરીથી જેગવાર, મર્સિડિઝ, બીએમડબલ્યુ, ફોચ્યુનર, ફરારી, ઈનોવા કારનો કાફલો પર તૈનાત રહેશે. લાખો રૂપિયાની કિંમતી કારો મહેમાનો માટે ભાડે લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોંઘીદાટ કારનુ ભાડુ પણ ખુબ મોંઘુ રહેશે. પરંતુ સરકાર દ્વારા મહેમાનોના સ્વાગતમા કોઈ કમી રાખવા માગતુ નથી.

 અમેરિકાથી આવતા મહેમાનો માટે દુભાષિયાઓને પણ સાથે રાખવામાં આવશે. જ્યા જ્યા ટ્રમ્પ જશે તેની સાથે તેમનુ ડેલિગેશન રહેશે. એટલે ડેલિગેશન સાથે પણ ગુજરાત સરકારના લાઈજનિંગ ઓફિસર, દુભાષીયા સાથે રહેશે, અને ગુજરાતની વિશેષતાની માહિતી આવશે.


અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે પોતાની કાર અમદાવાદ આવી પહોચશે. એટલે કે અમેરિકાના પ્રમુખ અને સુરક્ષા કર્મીઓ પોતાની કારનો ઉપયોગ કરશે. એટલે કે ટ્રમ્પ અમદાવાદ આવશે તે પહેલા અમેરિકાથી કાર્ગોમા કાર આવી પહોશે. તો ટ્રમ્પના સુરક્ષા માટેના સાધનો આવતીકાલે જ અમદાવાદ આવી પહોશે.

(9:47 pm IST)