Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાધનપુર સામખિયાળી હાઈવે પર ભારત ગેસના ટેન્કરમાંથી રૂ,51 લાખનો વિદેશી દારુ ઝડપાયો

પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ટેન્કર સહિત 81.94 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો

અમદાવાદ : રાધનપુર સામખિયાળી હાઈવે પર ભારત ગેસ લખેલા ટેન્કરની પોલીસે તલાસી લેતા તેમાથી 51 લાખનો વિદેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ટેન્કર સહિત 81.94 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક પોલીસને આ બનાવની બાતમી મળી હતી કે ભારત ગેસ લખેલા ટેન્કરમાં જંગી દારુનો જથ્થો જઈ રહ્યો છે. તે પ્રમાણે પોલીસે ટેન્કરને રસ્તા પર ઉભા રાખવા માટે જણાવ્યું હતુ પરતું ડ્રાઈવર સીધો જવા લાગ્યો હતો જેથી પોલીસે ટેન્કરનો પીછો કરી તેને બામણસર ગામના બસ સ્ટોપ પર રોક્યો હતો અને ટેન્કરની તલાસી લેતા તેમાથી લાખો રુપિયાનો વિદેશી દારુ મળી આવ્યો હતો.

આ અંગે પોલીસે ટેન્કર ચાલકની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, રાજસ્થાનના બાબુજી ચૌધરીના કહેવાથી હરિયાણાના હિસ્સારના આનંદરામે આ દારૂ ટેન્કરમાં ભરાવી દીધો હતો અને આ દારૂ ગાંધીધામના ઓનલાઇનના નામે સેવ નંબરના વ્યક્તિને પહોંચાડવાનો હતો.

 પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 12,960 બોટલો મળી આવતાં રૂ.30 લાખની કિંમતનું ટેન્કર, રૂ.10,000 ની કિંમતના બે મોબાઇલ રૂ.980 રોકડા મળી કુલ રૂ.81,94,620 નો મુદ્દામાલ કબજે કરી તેની અટક કરી હતી. જો કે, પોલીસે દારૂ મોકલનાર બે અને મગાવનાર એક એમ ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડકોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, ધ્રુવદેવસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ રાજપૂત, દલસંગજી ડાભી, હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર જોડાયા હતા.

(7:17 pm IST)