Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નર્મદા જિલ્લામાં આજે 10 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: કુલ આંક 1682 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના લીમડા ચોક-01,હાઉસિંગ બોર્ડ-01,નાંદોદના કરાઠામાં -01,નિકોલી-01, ઉમરવા-01,આમલેથા-01,વડિયા-02જયારે સાગબારા તાલુકાના સેલંબામાં -02 મળી જિલ્લામાં કુલ-10 દર્દી પોજેટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 07 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 17 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 41 દર્દી દાખલ છે.આજે 06 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લામાં કુલ 1600 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક1682 પર પહોચ્યો છે.આજે વધુ 421 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:40 pm IST)