Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગુજરાતમાં લવ જેહાદ બાબતે કડક કાયદો બનાવવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સી.એમ ને લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ લવ જેહાદ બાબતે ગુજરાત રાજ્યમાં કડક કાયદો બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ દેશમાં હિંદુ , મુસ્લિમ , શીખ , ખ્રિસ્તી , પારસી વગેરે જાતિના લોકો વસવાટ કરે છે. જેમાં હિંદુ યુવતીઓને કઈ રીતે લવ જેહાદના સકંજામાં લેવી તે માટે મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને વિવિધ પ્રકારની લાલચો આપીને તેમની સાથે લગ્ન કરતા હોય છે. આમ મુસ્લિમો પહેલેથી જ બે - ત્રણ પત્ની ધરાવતા હોવા છતાં હિંદુ યુવતીઓને તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાના પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવે છે.

  આ લવજેહાદનું કૃત્ય કરવા માટે મુસ્લિમ યુવાનોને તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે.લવ જેહાદ બાબતે ઘણા બધા સંગઠનો તથા હિન્દુ સમાજના આગેવાનોએ મારી સમક્ષ રજૂઆત કરી છે.જેમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડક માં કડક કાયદો બનાવ્યો છે,આ કાયદા હેઠળ એક વર્ષથી લઈને પાંચ વર્ષની જેલની સજા અને રૂપિયા ૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે અને ભોગ બનેલી મહિલા સગીર વયની હોય અથવા તો તે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની યુવતી હોય તો તે આરોપીને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષની જેલની સજા તથા રૂપિયા ૫૦ હજારનો દંડ કરવામાં આવશે.આ રીતે ઉત્તરપ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડક માં કડક કાયદો બનાવ્યો છે , તેવો કાયદો ગુજરાતમાં પણ બનવો જોઈએ

  આ ઉપરાંત ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓની ગરીબાઈનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે તેવા વિસ્તારોમાં વેચવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એક પ્રકારે મોટા પાયે એજન્ટોની ટીમો સક્રિય છે . આ બાબતે પણ આ કાયદામાં ગરીબ આદિવાસી છોકરીઓને પ્રલોભન આપીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે,તેના પર પણ રોક લગાવી જોઈએ. તેથી આ બાબતે આ કાયદામાં જોગવાઇ કરવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે.

(10:38 pm IST)