Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વર્ષ 2017ની બોપલ – ઘુમારેલીની ફરિયાદ- કાર્યવાહી રદ કરાવવા હાર્દિક પટેલની ગુજરાત હાઇકોર્ટમાં અરજી

હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવી 12મી જાન્યુઆરી સુધીમાં ખુલાસો માંગ્યો છે

અમદાવાદ : વર્ષ 2017માં બોપલ – ઘુમા વિસ્તારમાં સત્તાધીશો દ્વારા મંજૂરી ન આપ્યા હોવા છતાં રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ સામે દાખલ કરાયેલી FIR અને તેનાથી થતી કાર્યવાહી રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

 હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને 12મી જાન્યુઆરી 2021 સુધી ખુલાસો માંગ્યો છે. હાર્દિક પટેલના એડવોકેટ આનંદ યાજ્ઞિક તરફે રજુઆત કરવામાં આવી છે કે IPCની કલમ 188 મુજબની FIR જે હાર્દિક પટેલ સામે દાખલ કરવામાં આવી છે એ ટકવાપાત્ર નથી. આ કેસમાં FIR એટલા માટે ટકવાપાત્ર નથી કારણ કે IPCની કલમ 188ની ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એ જ જાહેર સેવક કરી શકે, જેના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ જ FIR થઈ શકે. આ કેસમાં સીધી FIR કરાઈ છે, જેથી ટકવાપાત્ર નથી

ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકતા હાર્દિક પટેલના એડવોકેટ જણાવ્યું કે કોઈ વ્યક્તિ સમે IPCની કલમ 188 મુજબની કાર્યવાહી કરવા માટે CRPCની કલમ 195નું પાલન કરવું જરૂરી છે.

11મી ડિસેમ્બર 2017ના રોજ હાર્દિક પટેલ અને તેમના સમર્થકોને મંજૂરી ન મળી હોવા છતાં બોપલ થી નિકોલ વિસ્તાર સુધીની 15 કીમી રેલી કાઢતા તેની સામે FIR દાખલ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અને અન્યો સામે IPCની કલમ 188 મુજબ FIR દાખલ કરાઈ હતી.

(7:35 pm IST)