Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

માતર તાલુકાના ત્રાજ ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા 11 શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

માતર:તાલુકાના ત્રાજ ગામની સીમમાં આવેલ એક ખુલ્લા ખેતરમાં ચાલતાં જુગારધામ પર આજે વહેલી સવારના સમયે અમદાવાદ રેન્જ વિભાગના આર.આર સેલે દરોડો પાડીને અમદાવાદના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૧ શખ્સોને ઝડપી પાડીને રોકડા તેમજ મોબાઈલ ફોનો સહિત કુલ ૯૦૫૪૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના ત્રાજ ગામની સીમમાં સાલા તળાવ પાસે આવેલ ગોપાલભાઈ મણીભાઈ પટેલના ખુલ્લા ખેતરમાં અમદાવાદનો અશરફભાઈ ઉર્ફે અશરફ કાણીયો અઝગરઅલી શેખ નામનો વ્યક્તિ બહારથી માણસો ભેગા કરી ચાર્જીગ લાઈટના અજવાળે જુગારધામ ચલાવતો હોવાની માહિતી અમદાવાદ વિભાગ આર.આર.સેલને મળી હતી. જેથી પોલીસની ટીમે આજરોજ વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૧ શખ્સોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.

(6:01 pm IST)