Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પતિને આડાસંબંધથી હર્પીસ થયો અને પોતે ચેપગ્રસ્ત બન્યાનો પત્નીનો આરોપ : વેજલપુર પોલીસમાં ફરિયાદ

પતિથી ઉંમરમાં 5 વર્ષ મોટી પુત્રવધૂને સાસરિયાં કાળી અસંસ્કારી હોવાનું કહેતાં:પતિ 50 લાખનું દહેજ લાવવા દબાણ કરતો

અમદાવાદ: સેટેલાઈટના માણેકબાગ વિસ્તારમાં ઈન્ટીરિયર ડિઝાઈનર પતિને બાહ્ય સબંધથી હર્પીસ (ચામડીનો રોગ) થયો અને જેના કારણે પોતે પણ રોગગ્રસ્ત થયાનું માનતી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિથી ઉંમરમાં 5 વર્ષ મોટી પુત્રવધૂને સાસરિયાં કાળી અસંસ્કારી હોવાનું કહેતાં, તો પતિ 50 લાખનું દહેજ લાવવા દબાણ કરતો હતો. આખરે વેજલપુર પોલીસે  આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટના માણેકબાગમા રહેતી હીનાના લગ્ન 2017માં રાહુલ સાથે થયા હતા. લગ્ન બાદ એક મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ, સાસુ અને સસરા હીના સાથે તકરાર કરતા હતા. પતિને દારૂ અને સિગારેટ પીવાની ટેવ તેમજ ગુસ્સાવાળો સ્વભાવ હતો. અવારનવાર પતિ રાહુલ પત્ની હીના સાથે મારઝૂડ કરતો હતો. પતિ સવારે 10 વાગ્યે ઘરેથી નીકળતો રાત્રે 10 વાગ્યે પરત આવતો હતો. હીનાને જાણવા મળ્યું કે, રાહુલ તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાય છે પણ તે ચૂપ રહી હતી.

હીનાના માતા-પિતાને અપશબ્દો બોલતો હતો. સાસુ-સસરા હીનાને તું કાળી અને અસંસ્કારી છે તેમ કહેતા હતા. અમારા દિકરાને સમાજમાં લગ્ન કરાવવાના હતા પણ અમારા દીકરાએ તારી સાથે લગ્ન કરી લીધા છે. હિન્દી બોલનારી વહુ અમને પસંદ નથી.

માર્ચ, 2018માં પતિ ઘરે મોડો આવતા હીનાએ કારણ પૂછ્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ હીનાને મારમારી કાઢી મૂકતા તે પિયરમાં આવી ગઈ હતી. બાદમાં હીનાએ લીગલ નોટીસ મોકલતા બન્ને વચ્ચે સમાધાન થયું અને તેઓ સેલાગામ વિસ્તારમાં સાસુ સસરાથી અલગ રહેવા માટે ગયા હતા.

સેલામાં પણ પતિનું વર્તન બદલાયું ન હતું. સાસુ સસરા પણ અવારનવાર આવી તકરાર કરતા હતા. પતિએ ઓફીસ કરવા માટે રૂ.50 લાખ પિયરથી લઈ આવવા હીનાને દબાણ કર્યું હતું. હીનાએ ના પાડતાં રાહુલે મારઝૂડ કરી હતી.

પતિ રાહુલના કબાટમાં દવાઓ અને ક્રીમ પડી હતી.જે બાબતે હીનાએ પૂછ્યું તો કોઈ જવાબ આપ્યો ન હતો. દરમિયાન હીનાને શરીર પર લાલ કલરના ડાઘ થતા પતિને જાણ કરી હતી. ત્યારે પતિએ મને પણ ડાઘ થયેલા છે. દવાઓ કબાટમાં છે તેમ જણાવ્યું હતું.

હીનાએ આ બાબતે ટ્રીટમેન્ટ કરાવતા ડૉકટરે તેણે રાહુલને હર્પીસ થયાનું જણાવ્યું હતું. હીનાએ આ બાબતે પતિ રાહુલ અન્ય સ્ત્રીઓ જોડે સબંધ રાખતો હોવાથી હર્પીસ થયાની જાણ સાસુ-સસરાને કરી હતી. આ બાબતે હીનાએ તેની માતા અને બહેનની હાજરીમાં વાસ્ત કરતા સાસુ સસરા ઉશ્કેરાયા હતા. હીનાની મમ્મી અને બહેન સાથે ઝઘડો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે હીનાની ફરિયાદ આધારે પતિ સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

(11:34 am IST)