Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભાવનગરથી રિક્ષા લઈ અમદાવાદ આવતા લગંડો-બાવલો-ધીરૂ : વૃદ્ધોના દાગીનાની કરતા હતા ચોરી

વાસણા પોલિસે તમામને દબોચી લીધા : રિક્ષા, બાઈક અને ચોરીની બંગડી જપ્ત કરી

અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં જોવા મળ્યો હતો. શાકભાજી લઈને ઘરે જઈ રહેલી મહિલાને અજાણ્યા રીક્ષા ચાલકે ઘરે મૂકી જવાની લાલચ આપીને પેસેન્જર ના સ્વાંગ માં બેઠેલા ગઠીયાઓએ વૃદ્ધાનીસોનાની બંગડી કાઢી લીધી હતી. જેમાં વાસના પોલીસે સીસીટીવી (CCTV) અને બાતમીના આધારે ત્રણ આરોપી ઓને ઝડપી લીધા છે.

 


પોલીસે ભરત ઉર્ફે બાવલો, કરણ ઉર્ફે લંગડો અને ધીરુ ભાઈ મીઠાપરાની ધરપકડ કરીને રિક્ષા, બાઈક અને ચોરીમાં ગયેલ બંગડી જપ્ત કરી છે. આરોપીઓએ ચોરી કરવા માટે બાઈક અને રિક્ષા બંનેનો ઉપયોગ કરતા હતા. ચાર આરોપીઓ ભેગા થઈને ચોરી કરવા માટે નીકળતા હતા.જેમાં રિક્ષામાં રિક્ષાચાલક અને પેસેન્જરના સ્વાંગમાં એક તો જ્યારે બાઈક ઉપર બે આરોપીઓ રીક્ષા ની સાથે સાથે રહેતા હતા. જોકે કોઇ જગ્યાએ સિનિયર સિટીઝન દેખાય તો તેને મફતમાં અથવા તો નજીવા ભાડે ઘરે મૂકી જવાની લાલચ આપતા હતા. બાદ માં થોડે આગળ જઈને બાઇકમાંથી એક આરોપી નીચે ઉતરી તે પોતે રીક્ષા રોકીને મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી જતો હતો અને બંને આરોપીઓ ભેગા મળી સીનીયર સીટીઝનની નજર ચૂકવી તેના સોનાના દાગીના કાઢી લેતા હતા.
 બીજી પણ ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ભાવનગરથી રિક્ષા લઈને ચોરી કરવા માટે આવતા અને અમદાવાદમાં પ્રવેશ્યા બાદ પોલીસના હાથે પકડાઈ નહીં તે માટે રીક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત નામનો આરોપી અગાઉ પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

(10:36 pm IST)