Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મજૂરી કામ ન મળતા ચોરીના રવાળે ચઢેલો યુવક ઝડપાયો

કોરોના કાળમાં વેપાર-ધંધા ખોરવાતા કપરી સ્થિતિ : વટવાના રહેવાસી યુવકની ખોખરા પોલીસ દ્વારા ધરપકડ

અમદાવાદ, તા. ૧૪ : કોરોનાની મહામારીમાં વેપાર ધંધા બંધ થઈ ગયા અને અનેક લોકો બેકારીનો ભોગ બન્યા. જેના કારણે અનેક લોકો ચોરીના રવાડે ચઢયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે વધુ એક આવા વાહન ચોરની ખોખરા પોલીસે ધરપકડ કરી છે.જેને કોરોનાકાળમાં મજૂરીકામન મળતા તેણે પૂર્વ વિસ્તારમાંથી વાહનો ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

આરોપી જીતેન્દ્ર ચિતારા મૂળ વટવામાં રહે છે અને હાલ તેની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી શાહપુર, નારોલ, ખોખરા જેવા વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતો હતો. ઘરેથી તે વાહન વગર નીકળતો અને ચાલતા ચાલતા જ્યાં બિનવારસી વાહન દેખાય તે ચોરી કરી વાહન પોતાના ઘરે મૂકી દેતો હતો. ક્યારેક તો ચોરેલા વાહન પર નીકળતો અને અન્ય વાહન ચોરી કરી ઘરે મૂકી દેતો હતો. પોલીસે સાત વાહનો કબ્જે લઈ અનેક ગુનાના ભેદ ઉકેલયા છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે અગાઉ સિલાઈકામ અને છૂટક મજૂરી કરતો હતો. પણ કોરોનાકાળમાં તેને દોઢેક માસથી કોઈ કામ મળ્યું હતું. જેથી તમામ ચોરી તેણે દોઢ માસમાં કરી હતી. આરોપી એટલો શાતિર છે કે તે અગાઉ આવા ગુનાને અંજામ આપ્યા બાદ પકડાયો પણ નહતો.

અગાઉ ક્રાઇમબ્રાન્ચે અને અન્ય પોલીસે આવા ચોરને પકડયા હતા. જે ચોર આમ તો નોકરી ધંધો કરતા હતા પણ કોરોનાનાં સમયે તે લોકોને ચોર બનવા મજબૂર કર્યા હતા.

(9:00 pm IST)