Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગાંધીનગર જિલ્લામાં વધી રહેલ રેતી ચોરીના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી: મામલતદારની ટીમે સાબરમતી નદીમાં ચાલતા રેતી ખનન પર દરોડા પાડતા ચોરોમાં નાસાભાગ મચી જવા પામ્યો

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરીની પ્રવૃતિ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર મામલતદાર અને તેમની ટીમે લેકાવાડા ગામ પાસે સાબરમતી નદીમાં ચાલતાં રેતી ખનન ઉપર દરોડો પાડતાં ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી. ટીમને સ્થળ ઉપરથી એક ટ્રેકટર મળી આવ્યું હતું જે કબ્જે લઈને ચિલોડા પોલીસના હવાલે કરાવી ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી.  

નદીઓમાંથી રેતી ખનનની પ્રવૃતિ વધી રહી છે. ભુસ્તર તંત્રની ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવાના દાવા કરવામાં આવે છે પરંતુ આવા રેતી ચોરો તેમના હાથમાં આવતા નથી. જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ખાસ કરીને રાત્રી સમયે તીડની જેમ ત્રાટકતાં રેતી ચોરો સરકારની મહામુલી ખનીજ સંપતિ લૂંટી જતા હોય છે.ભુસ્તર તંત્રની ફલાઈંગ સ્કવોડ ત્રાટકવાની હોય તેની પહેલા રેતી ચોરોને જાણ થઈ જતી હોય છે

(5:57 pm IST)