Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અગાઉ સુરતમાં 10 વર્ષીય બાળકીને ભાગ અપાવવાની લાલચ આપી શારીરિક અડપલાં કરનાર નરાધમને અદાલતે દોઢ વર્ષની કેદની સજાની સુનવણી કરી

સુરત: શહેરમાં આજથી 15 વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારની દશ વર્ષીય બાળકીને સોડા લેવાના બહાને બોલાવી શારીરિક અડપલાં કરી કરવાના ગુનામાં સંડોવાયેલા આધેડ આરોપીને આજે 17 માં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.એન.ધારાણીએ દોષી ઠેરવી 1 વર્ષ 6 માસની કેદ તથા ભોગ બનનારને રૃ.50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ માસની કેદની સજા ભોગવવા નિર્દેશ આપ્યો છે.

લિંબાયત પોલીસે વર્ષ-2006 દરમિયાન દશ વર્ષીય બાળકીને ઘરે બોલાવીને તેની સાથે શારીરિક અડપલાં કરી લાજ લેવાના ગુનામાં 65 વર્ષીય આરોપી જીવન ત્રંબક પવાર (રે.સુભાષનગર ગલી નં.3 લિંબાયત)ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.જે મુજબ આરોપી આધેડ જીવન પવારે ભોગ બનનાર દશ વર્ષીય બાળકીને તા.9-5-06ના રોજ સોડા લેવાના બહાને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરીને વિનયભંગ કરવાનો ગુનો આચર્યો હતો.

(5:54 pm IST)