Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વડોદરાના બાજવા કરોડિયા રોડ પર પત્નીને પરેશાન કરતો હોવાની શંકા રાખી પતિએ યુવક પર ખૂની હુમલો કર્યો: અદાલતે 10 વર્ષની સજા ફટકારી

વડોદરા: બાજવા કરોડિયા રોડ પર પત્નીને હેરાન કરતો હોવાની શંકા રાખી યુવક પર ખૂની હુમલો કરનાર આરોપીને અદાલતે ૧૦ વર્ષની સખ્ત  કેદ તથા પાંચ હજાર રૃપિયાનો દંડ કર્યો છે.

અંગેની વિગત એવી છે કે બાજવા કરોડિયા પરથી નવદુર્ગા સોસાયટીમાં રહેતા તેજાભાઈ મેઘાભાઈ વાઘેલાને શંકા હતી કે, નજીકના સુરસાગર કોમ્પલેક્ષમાં રહેતો શાંતિલાલ શંકરભાઈ ચૌહાણ તેની પત્નીને વારંવાર હેરાન પરેશાન કરે છે. જેથી ઉશ્કેરાયેલા તેજા વાઘેલાએ ગત તા.૧૨--૨૦૧૭ના રોજ સુરસાગર કોમ્પલેક્ષ નજીક શાંતિલાલ ચૌહાણ પર લોખંડના કાટખૂણિયાથી હુમલો કરી માથામાં ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી. જેથી તેના માથાની નસ ફાટી ગઈ હતી. વધારે પડતું લોહી વહી જતાં શાંતિલાલ બેભાન થઈને ઢળી પડયો હતો. ઈજાગ્રસ્ત શાંતિલાલને તેનો ભાઈ ઠાકોર ચૌહાણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો.

(5:51 pm IST)